Search This Blog

Friday, 3 November 2017

river of gujrat


ગુજરાતની નદીઓ




Ø  ગુજરાતમાં કુલ નાની મોટી 185 જેટલી નદીઓ વહે છે, જેમાં મોટાભાગની નદીઓ મોસમી નદીઓ છે, જેમાં ચોમાસુ પુરતુ જ પાણી રહે છે.
Ø  ગુજરાતની મોટી નદીઓ જેવી કે નર્મદા, તાપી અને સાબરમતીનું ઉદગમસ્થાન ગુજરાતમાં નથી.
Ø  ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી સાબરમતી છે.
Ø  ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી ભાદર છે.
Ø  ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે.
Ø  ગુજરાતનાં નદી તંત્ર ને ત્રણ વિભાગમાં વહેચવામાં આવે છે.
       1.કચ્છ
       2.સૌરાષ્ટ્ર
       3.તળ ગુજરાત 
    1. કચ્છની નદીઓ 
Ø કચ્છમાં નાની મોટી કુલ 97 જેટલી નદીઓ છે, જેમાં કોઈ બારમાસી નથી. 
Ø કચ્છની ઉત્તર બાજુ વહેતી ભૂખી, કાળી, સુવિ, માલણ, સારણ અને ખારી નદીઓ છે. 
Ø કચ્છની દક્ષિણ બાજુ વહેતી નાયરો, કનકાવતી, નાગમતી, ખારોડ, મીઠી, સાંગ, સાઈ વગેરે નદીઓ છે. જે કચ્છના અખાતને મળે છે. 
  2. સૌરાષ્ટ્રની નદીઓ
1.ભાદર નદી
Ø ઉદગમસ્થાન = જસદણની પૂર્વમાં આવેલ મદાવા ડુંગરમાંથી
Ø લંબાઈ = 260કિમી
Ø જિલ્લામાથી = રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને પોરબંદરમાં નવીબંદરમાં અરબી સમુદ્રને મળે છે.
Ø નદીકિનારેના સ્થળો = જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, કુતિયાણા
Ø સિંચાઇ યોજના = શ્રીનાથગઢ(જેતપુર નજીક)
Ø સહાયક નદી =  કરનાલ, ઉતાવળી, ફોફળ, ઓઝત, મોજ, મુનસર
Ø વિશેષતા = સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી. ગુજરાત માંથી નીકળી ગુજરાતમાં જ અસ્ત થાય.
2.સુખભાદર નદી
Ø ઉદગમસ્થાન = મદાવા ડુંગરમાંથી
Ø લંબાઈ = 112કિમી
Ø જિલ્લામાથી = રાજકોટ, અમદાવાદ, બોટાદ અને ખંભાતના અખાતને મળે છે.
Ø નદીકિનારેના સ્થળો = રાણપુર, ધંધુકા
3.શત્રુંજી
Ø ઉદગાસ્થાન = ગીરના ઢૂંઢે ડુંગરમાથી
Ø લંબાઈ = 160કિમી
Ø જિલ્લામાથી = અમરેલી, ભાવનગર અને સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે.
Ø નદીકિનારેના સ્થળો = ધારી, પાલિતાણા
Ø સિંચાઇ યોજના = શત્રુંજી-ખોડિયાર(ધારી પાસે અમરેલી જિલ્લો), રાજસ્થળી, ભાવનગર
Ø સહાયક નદી = સિંગવડું, ગાગડિયા, ઠેબી, શેલ, રાજાવળ, તળાજા
Ø વિશેષતા = ગુજરાતમાં ભાદર પછીની બીજી સૌથી મોટી નદી અને અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી.
4.આજી નદી
Ø ઉદગમસ્થાન = સરધારા નજીકના થંગા ડુંગરની ઉત્તરમાંથે
Ø લંબાઈ = 96 કિમી
Ø જિલ્લા = રાજકોટ, જામનગર, ઉત્તર તરફ વહે છે અને જોડિયા તાલુકામાં ખંભાતના અખાતને મળે છે.
Ø નાડીકીનારેના સ્થળો = રાજકોટ.
Ø સિંચાઇ યોજનાઓ = ચાર નાના-મોટા ડેમ બનાવવામાં આવ્યા છે.
Ø સહાયક નદીઓ = લાલપરી, ફૂલઝર.
5.મચ્છુ નદી
Ø ઉદગમસ્થાન = રાજકોટ જિલ્લાના આનંદપુર પાસેના ડુંગરમાથી
Ø લંબાઈ = 110 કિમી
Ø જિલ્લા = રાજકોટ, મોરબી અને કચ્છના નાના રણને મળે છે.
Ø નદીકિનારેના સ્થળો = વાકાનેર, મોરબી
Ø સિંચાઇ યોજના = જોધપુરગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
Ø વિશેષતા = ઉત્તર તરફ વહેતી સૌરાષ્ટ્રની સૌથી નદી અને આ નદી અંતઃસ્થ છે.
6.વઢવાણ ભોગાવો
Ø ઉદગમસ્થાન = ચોટીલા તાલુકાનાં નવાગામ પાસેના ડુંગર માથી.
Ø લંબાઈ = 100.8 કિમી.
Ø જિલ્લા = સુરેન્દ્રનગર અને સાબરમતી નદીને મળે છે.
Ø ચિંચાઈ યોજના = ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર પાસે ધોળીધજા ડેમ.
Ø કિનારે આવેલા સ્થળો = સુરેન્દ્રનગર અને વઢવાણ.
7.લીંબડી ભોગાવો
Ø ઉદગમસ્થાન = ચોટીલા ટલોકના ભીમોરાના ડુંગર માથી.
Ø લંબાઈ = 112 કિમી.
Ø જિલ્લા = સુરેન્દ્રનગર અને ત્યારબાદ સાબરમતી નદીને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = લીંબડી.
Ø સિંચાઇ યોજના = સાયલા તાલુકાનાં થોરેયાળીગમે ડેમ બાંધવામાં આવ્યો છે.
8.ઓઝત
Ø ઉદગમસ્થાન = ગીરની ટેકેરીઓમાથી.
Ø લંબાઈ = 90 કિમી.
Ø જિલ્લા = જુનાગઢ અને પોરબંદર ત્યારબાદ નવી બંદર પાસે ભાદરને મળે છે.
Ø સિંચાઇ યોજના = બદલપુર ગામ પાસે ડેમ બાંધી સિંચાઇ કરવામાં આવે છે.
Ø વિશેષતા = ભગવાન સ્વામિનારાયણે નદીમાં અવારનવાર સ્નાન કર્યું હોવાથી આ સંપ્રદાયના લોકો માટે વિશેષ મહત્વનુ છે.
9.ઘેલો નદી
Ø ઉદગમસ્થાન = સૌરાષ્ટ્ર મધ્યે ફૂલઝર નજીકની ટેકરીઓ માથી.
Ø લંબાઈ = 90.12 કિમી.
Ø જિલ્લા = રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ખંભાતના અખાતને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = ગઢડા, ઘેલા સોમનાથ, વલભીપૂર.
10.કાળુભાર નદી
Ø ઉદગમસ્થાન = અમરેલી જિલ્લાના બાબરા નજીકની ટેકરીઓ માથી.
Ø લંબાઈ = 94 કિમી.
Ø જિલ્લા = અમરેલી, ભાવનગર પછી ખંભાતના અખાતને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = ભાવનગર.
Ø સહાયક નદીઓ = રંઘોળી, સીતાપરી, ઉતાવળી. 
  
3. તળ ગુજરાતની નદીઓ 
· કૂવારિકા નદીઓ
Ø અરવલ્લીના હારમાળામાંથી નીકળતી ત્રણ નદીઓ બનાસ, સરસ્વતી, રૂપેણ જે નદીઓ દરિયાને બદલે કચ્છના નાના રણને મળે છે, જેથી તે અંતઃસ્થ કે કૂવારિકા કહેવાય છે. આ નદી ઈશાનથી નેઋત્ય તરફ વહે છે. 
1.બનાસ નદી
Ø ઉદગમસ્થાન = ઉદયપુર પાસેની ટેકરીઓ.
Ø લંબાઈ = 270 કિમી.
Ø પ્રાચીન નામ = પર્ણાશા.
Ø પ્રવાહ ક્ષેત્ર = 2937કિમી.
Ø જિલ્લા =બનાસકાઠા, પાટણ અને એક ફાટો વરહિ અને બીજો ફાટો સાંતલપુર પાસે કચ્છના રણને મળે છે.
Ø સહાયક નદીઓ = બાલારામ અને સિપુ.
Ø સિંચાઇ યોજના = દાંતીવાડા.
Ø કિનારે આવેલા સ્થળો = ડીસા અને કાંકરેજ.
Ø વિશેષતા = ડીસામાં નદીના ભાઠામાં બટાકાનો વિપુલ પાક થાય છે. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી.
2.સરસ્વતી નદી
Ø ઉદગમસ્થાન = અંબાજી પાસેનું કોટેશ્વર(બનાસકાઠા).
Ø લંબાઈ = 150 કિમી.
Ø જિલ્લા = બનાસકાઠા, પાટણ અને ત્યારબાદ કચ્છના નાના રણને મળે છે.
Ø પ્રવાહ ક્ષેત્ર = 970 કિમી.
Ø સહાયક નદીઓ = અર્જુની.
Ø સિંચાઇ યોજના = વડગામ તાલિકામાં મુક્તેશ્વર ડેમ.
Ø કિનારે આવેલા સ્થળો = દાંતા, સિદ્ધપુર, પાટણ, વરાણા.
3.રૂપેણી નદી
Ø ઉદગમસ્થાન = ખેરાલુ તાલુકાનાં તારંગાની ટેકરીઓ અને સુદાસણા પાસેના ટૂંગા પર્વત માથી.
Ø લંબાઈ = 135 કિમી.
Ø જિલ્લા = મહેસાણા જિલ્લાના ખેરાલુ, વિસનગર તાલુકામાંથી પસાર થઈ પાટણ જિલ્લાના ચાણસ્મા, સમી તાલુકાઓ માંથી પસર થઈ કચ્છના નાના રણને મળે છે.
Ø સહાયક નદીઓ = ખારી અને પુષ્પાવતી.
4.સિપુ નદી
Ø ઉદગમસ્થાન = રાજસ્થાનના સિહોરી જિલ્લાની હિમેજ ટેકરીઓ માથી.
Ø લંબાઈ = 32 કિમી.
Ø જિલ્લા = બનાસકાઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભડથ ગામ પાસે બનાસ નદીને મળે છે.
Ø સિંચાઇ = સિપુ.
5.બાલારામ નદી
Ø ઉદગમસ્થાન = રાજસ્થાનના સિહોરી જિલ્લાની ઈશાન બાજુની ટેકરીઓ માથી.
Ø લંબાઈ = 32 કિમી.
Ø જિલ્લા = બનાસકાઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કરજા ગામે બનાસ નદીને મળે છે.
Ø વિશેષતા = બાલારામ પર્યટન સ્થળ આ નદી કિનારે આવેલ છે.
6.પુષ્પાવતી નદી
Ø ઉદગમસ્થાન = ઊંઝા તાલુકામાથી નીકળી બહુચરાજી તાલુકામાં રૂપેણને મળે છે.
Ø વિશેષતા = મોઢેરાનું સૂર્યમંદિર અને મીરા દાતાર-ઉનાવા તીર્થધામ પુષ્પવતી નદીકિનારે આવેલ છે.
7.સાબરમતી
Ø ઉદગમસ્થાન = રાજસ્થાન સ્થિત અરવલ્લીની ટેકરીઓ પર આવેલ વેકરીયા પાસેથી.
Ø લંબાઈ = 320 કિમી. ગુજરાતમાં, ગુજરાતની સૌથી લાંબી નદી.
Ø પ્રાચીન નામ = સાભ્રમતી.
Ø જિલ્લા = સાબરકાઠા, મહેસાણાનો પૂર્વનો કિનારો, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને ખંભાતના અખાતને મળે છે.
Ø બેસિન વિસ્તાર = 5936 ચો.કિમી.
Ø નદીકિનારેના સ્થળો = મહુડી, અમદાવાદ, ગાંધીનગર.
Ø સિંચાઇ યોજના = ધરોઇ, વાસણા-માતરવાડી.
Ø સહાયક નદીઓ = હાથમતી પ્રાંતિજની ઉત્તરે મળે છે, ત્યાથી સાબરમતી કહેવાય છે. રઢું પાસે ખારી નદી મળે છે. વૌઠા ખાતે વાત્રક નદી મળે છે.વાત્રક પોતાની સાથે માઝમ, મેશ્વો અને શેઢીના પાણી સાથે લાવે છે. લીમડી-ભોગવો ધોળકા તાલુકાનાં દક્ષિણ ભાગમાં મળે છે.
Ø વિશેષતા = સાબરમતી, મહેસાણા અને સાબરકાંઠા, બનાસકાંઠા અને સાબરકાંઠા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં સરહદ બનાવવાનું કામ કરે છે. વૌઠા પાસે સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.
8.મેશ્વો નદી
Ø ઉદગમસ્થાન = રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લામાંથી.
Ø જિલ્લા = અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને મહેમદાવાદ તાલુકામાં સમદ્રા ગામે વાત્રકને મળે છે.
Ø સિંચાઇ યોજના = મેશ્વો ડેમ, શામળાજી ખાતે.
Ø કિનારે આવેલા સ્થળો = શામળાજી તીર્થધામ.
9.વાત્રક નદી
Ø ઉદગમસ્થાન = રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લામાંથી.
Ø લંબાઈ = 125 કિમી.
Ø જિલ્લા = અરવલ્લી, ગાંધીનગરનો પૂર્વ કિનારે, ખેડા અને વૌઠા ખાતે સાબરમતીને મળે છે.
Ø સિંચાઇ યોજના = વાત્રક ડેમ, વાત્રક કોલોની, અરવલ્લી જિલ્લો.
Ø સહાયક નદીઓ = માજમ, મેશ્વો, શેઢી.
Ø કિનારે આવેલા સ્થળો = ઉત્કંઠેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, આંતરસુંબા, ખેડા.
Ø વિશેષતા = ગાંધીનગર અને ખેડા વચ્ચે સરહદનું કામ કરે છે. અને દક્ષિણ કાવી બંદર આવેલું છે.

4. દક્ષિણ ગુજરાતની નદીઓ 
   1. નર્મદા
Ø ઉદગમસ્થાન = છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના અમરકંટકના ડુંગર માથી.
Ø લંબાઈ = 1312 કિમી.
Ø ગુજરાતમાં લંબાઈ = 161 કિમી.
Ø જિલ્લા = મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે. હાફેશ્વર ખાતે ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં વહે છે. અને અંકલેશ્વર તાલુકાનાં હાંસોલે ગાંમે ખંભાતના અખાતને મળે છે.
Ø કિનારેના સ્થળો = ભરુચ, ચાંદોદ, કરનાળી, શુક્લતીર્થ.
Ø પ્રાચીન નામ = રેવા.
Ø સિંચાઇ યોજના = નવાગામ ખાતે સરદાર સરોવર(નર્મદા જિલ્લામાં).
Ø સહાયક નદીઓ = કરજણ, ઓરસંગ, કાવેરી, અમરાવતે, ભૂખી, દેવ.
Ø વિશેષતા = ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની જીવાદોરી ગણાય છે. સુરપાણેશ્વર ખાતે મોખડી ઘાટ નામે ઓળખતો સૂરપાણનો પ્રખ્યાત ધોધ આવેલ છે. પશ્વિમ દિશા તરફ વહેતી, મુખત્રિકોણ ન બનાવતી સૌથી મોટી નદી છે. 
    2. વિશ્વામિત્રી
Ø ઉદમસ્થાન = પાવાગઢના ડુંગર માથી.
Ø જિલ્લા = પચમહાલ અને વડોદરા જિલ્લામાં વહે છે. અને કરજણ તાલુકામાં ઢાઢર નદીને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = વડોદરા.
Ø સિંચાઇ યોજના = વડોદરા ખાતે આજવા ડેમ.
3. ઢાઢર
Ø ઉદગમસ્થાન = પાવાગઢની ટેકરીઓ માંથી .
Ø લંબાઈ = 112 કિમી.
Ø જિલ્લા = પચમહાલ અને વડોદરા જિલ્લામાં અને ખંભાતના અખતને મળે છે.
Ø સહાયક નદી = વિશ્વામિત્રી.
4. કીમ
Ø ઉદગમસ્થાન = રાજપીપળાના ડુંગર માંથી.
Ø લંબાઈ = 112 કિમી .
Ø જિલ્લા = રાજપીપળા, ભરુચ, સુરત અને ખંભાત ના અખાતને મળે છે.
Ø વિશેષતા = નર્મદા અને તાપી નદીની વચ્ચે વહે છે.
5.તાપી
Ø ઉદગમસ્થાન = મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના મૂલતાઈના ઝરા પાસેથી.
Ø લંબાઈ = 752 કિમી, ગુજરાતમાં 224 કિમી.
Ø જિલ્લા = તાપી અને સુરત જિલ્લો અને ડૂમસ ખાતે ખંભાતના અખાતને મળે છે.
Ø બેસિન વિસ્તાર = 1395 ચો.કિમી.
Ø પ્રાચીન નામ = તપ્તિ કે સુર્યપુત્રી.
Ø કિનારે આવેલા સ્થળો = સુરત, નિઝર, માંડવી.
Ø સિંચાઇ યોજના = ઉકાઈ(તાપી જિલ્લો), કાકારપાળ(સુરત જિલ્લો).
Ø વિશેષતા = મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સહિયારી નદી. પુરથી અવારનવાર વિનાશ કરતી બારમાસી નદી છે.
6.પુર્ણા નદી
Ø ઉદગમસ્થાન = પીપલનેરના ડુંગર માંથી.
Ø લંબાઈ = 80 કિમી.
Ø જિલ્લા = તાપી, ડાંગ, સુરત, નવસારી અને ખંભાતના અખાતને મળે છે.
Ø કિનારેના સ્થળો = નવસારી, મહુવા, જલાલપોર.
7.અંબિકા
Ø ઉદગમસ્થાન = મહારાષ્ટ્રના સાતપુડા પર્વત માથી.
Ø લંબાઈ  = 136 કિમી અને ગુજરાતમાં 64 કિમી.
Ø જિલ્લા = નવસારી, સુરત, ડાંગ અને પુર્ણા નદીની દક્ષિણે અરબી સમુદ્રને મળે છે.
Ø સહાયક નદીઓ = ખાખરી, કોસખાડી, વોલણ, કાળીનદી, કાવેરી, ખરેરા.
8.ઓરંગા
Ø ઉદગમસ્થાન = ધરમપુરેની ટેકરીઓ માથી.
Ø લંબાઈ = 97 કિમી.
Ø જિલ્લા = વલસાડ, નવસારી જિલ્લો અને અરબી સમુદ્રને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = વલસાડ.
9.પાર
Ø ઉદગમસ્થાન = મહારાષ્ટ્ર.
Ø લંબાઈ = 80 કિમી.
Ø જિલ્લા = વલસાડ અને અરબી સમુદ્રને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = પારડી.
10.દમણગંગા
Ø ઉદગમસ્થાન = મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો.
Ø જિલ્લો = વલસાડ અને અરબી સમુદ્રને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = સેલવાસ.
Ø વિશેષતા = ગુજરાતની દક્ષિણે આવેલી સૌથી મોટી નદી.
11.કોલક
Ø ઉદગમસ્થાન = મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો.
Ø જિલ્લો = વલસાડ અને અરબી સમુદ્રને મળે છે.
Ø કિનારે આવેલા સ્થળો = ઉદવાડા.
Ø વિશેષતા = આ નદીના પટ માથી કાલું નામની માછલી મળી આવે છે.
   

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...