ગુજરાતની
પ્રાથમિક માહિતી
1.ગુજરાતનું સ્થાન.
2.ગુજરાતની સીમાઓ.
3.ગુજરાતનો વિસ્તાર.
1. ગુજરાતનું સ્થાન.
Ø ગુજરાત રાજ્ય પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે 20`1’ ઉત્તર અક્ષાંશવૃતથી 24`.7 ઉત્તર અક્ષાંશવૃત અને 68.4 પૂર્વ રેખાંશવૃતથી 74.4 પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલું રાજ્ય છે.Ø ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તથા ઉત્તેરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.Ø કર્કવૃત ગુજરાત રાજ્યના ઉત્તર દિશા માંથી પ્રાંતિજ અને હિમતનગર વચ્ચેથી પસાર થાય છે.Ø કર્કવૃત મુખ્યત્વે ગુજરાતનાં છ જિલ્લા(કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા) માથી પસાર થાય છે.
2. ગુજરાતની સીમાઓ.
Ø ગુજરાતમાં બે પ્રકારની સીમાઓ જોવા મળે છે.
1.જમીની સીમા.
2.દરિયાઈ
સીમા.
Ø ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ, પશ્વિમે અરબ સાગર, ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર તથા વાયવ્ય ખૂણે પાકિસ્તાન આવેલ છે.
Ø ગુજરાતની ઉત્તર-પશ્વિમ સીમાએ પાકિસ્તાન આવેલ છે. આ 512 કિ.મી. લાંબી સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે. આ સીમા આંતરરાષ્ટ્રીય છે.
Ø દરિયાઈ સીમાની વાત કરીએ તો ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી લાંબી(1600 કિમી) દરિયાઈ સીમા ધરાવે છે. જેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલો છે. આ બે અખાતોથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બન્યો છે.
3. ગુજરાતનો વિસ્તાર.
Ø ગુજરાતનું કુલ ક્ષેત્રફલ 1,96,024 ચોરસ કી.મી જેટલુ છે, જે દેશના કુલ વિસ્તારના 5.96%(6%) જેટલું છે.
Ø ગુજરાતની ઉત્તર-દક્ષિણની લંબાઈ 590 કિ.મી અને પૂર્વ-પશ્ચિમ 500 કિ.મી જેટલી છે.
Ø રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કશ્મીર પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત છઠ્ઠા નંબર પર છે.
Ø ગુજરાતમાં ઇ.સ.2011 ની વસ્તી-ગણતરી પ્રમાણે કુલ વસ્તી 6,04,39,692 હતી. જે દેશની વસ્તીના 4.99%(5%) જેટલી છે.
Ø ગુજરાતને તેના ભૂમિવિસ્તાર મુજબ ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.
1.તળગુજરાત
2.સૌરાષ્ટ્ર
3.કચ્છ
Øગુજરાતમાં હાલમાં કુલ 33જિલ્લા તથા 250 તાલુકા છે.
No comments:
Post a Comment
Hi this is a CBREdu